શું આરડી અને એફડી ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પૂરતા નથી?

શું આરડી અને એફડી ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પૂરતા નથી?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

રિકરિંગ ડિપોઝિટ્સ (આરડી) અને ફિક્સ્ડ ડિપોઝિટ્સ (એફડી) આપણા દેશમાં ઘણી લોકપ્રિય બચત યોજનાઓ પૈકીની છે. તેઓ સુરક્ષિત અને વળતરના દરની બાંયધરી આપે છે.  

આ ખરેખર તેના પર આધાર રાખે છે કે રોકાણકાર ભવિષ્ય પાસેથી શું અપેક્ષા રાખે છે. જો રોકાણકાર પોતાની મૂડીને સુરક્ષિત રાખવા અને વળતરના વાજબી નિશ્ચિત દર કમાવવા માગતા હોય તો ફુગાવો અને વેરાને ધ્યાનમાં લીધા વિના આ તેમના માટે પૂરતા હોઇ શકે છે. જોકે જો રોકાણકાર ફુગાવો અને વેરાને ધ્યાનમાં લીધા પછી પણ સકારાત્મક વળતર કમાવવા માગતા હોય તો આ પૂરતું ન પણ હોઇ શકે.

જો રોકાણકાર શરૂ કરવા માટે મોટી રકમ ધરાવતા હોય અને તેઓ ખરીદશક્તિને વધારવા અંગે ખરેખર ચિંતિત ન હોય તો આરડી અને એફડી સુરક્ષિત અને ઉપયોગી બચત છે તથા આવકનું સર્જન કરતા વિકલ્પો છે. જો રોકાણકાર મૂળ રકમની સુરક્ષા અને સમયસર તથા અપેક્ષિત આવકની પ્રાપ્તિ અંગે વધુ ચિંતિત હોય તો એફડી આદર્શ હોઇ શકે છે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું