શું એનઆરઆઈ (NRI) ભારતમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે?

શું એનઆરઆઈ (NRI) ભારતમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

હા, નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ (એનઆરઆઇ) અને પર્સન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (પીઆઇઓ) સંપૂર્ણ રિપેટ્રિએશન તેમ જ નોન-રિપેટ્રિએશન ધોરણે ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરી શકે છે.

જોકે એનઆરઆઇએ રોકાણ કરતા પહેલા કેવાયસી પૂર્ણ કરવા જેવી તમામ નિયમનકારી જરૂરિયાતોનું પાલન કરવાનું રહેશે. જોકે એ નોંધવું જોઇએ કે યુએસ અને કેનેડા જેવા કેટલાક દેશોએ સંબંધિત ઘોષણાઓ વિના એનઆરઆઇ દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં થતા રોકાણને મર્યાદિત કર્યા છે. આથી, આ દેશોના NRI એ, વાસ્તવમાં રોકાણ કરતા પહેલાં ભારતીય ફંડમાં રોકાણ કરવાની શક્યતાઓ અંગે પોતાના નાણાકીય સલાહકાર સાથે એકવાર ચર્ચા કરવી જરૂર છે.

એનઆરઆઇને રોકાણ કરતી વખતે નિવાસી ભારતીને મળતા મોટા ભાગના લાભ અને અનુકૂળતાઓ પૂરી પાડવામાં આવે છે. તેઓ એસઆઇપી મારફતે રોકાણ કરી શકે છે, તેઓ તેમની અનુકૂળતાઓ પ્રમાણે સ્વિચ કરી શકે છે, તેઓ ગ્રોથ કે ડિવિડન્ડ વિકલ્પો પસંદ કરી શકે છે અને તેઓ ઇચ્છે ત્યારે રિડિમ્પશન આવકને રિપેટ્રિએટ કરી શકે છે.

તેથી એનઆરઆઇ અને પીઆઇઓ વ્યાપક પ્રકારના ભારતીય મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સમાં રોકાણ કરી શકે છે અને તેમાં રોકાણ કરવાનો સંપૂર્ણ લાભ માણી શકે છે.

429
હું રોકાણ કરવા માટે તૈયાર છું