ડાયરેક્ટ પ્લાનમાં કેવી રીતે રોકાણ કરવું?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

મ્યુચ્યુઅલ ફંડ કેટલાકને સરળ લાગી શકે છે, જ્યારે અન્ય કેટલાક માટે સમજવું મુશ્કેલ હોઇ શકે છે. મ્યુચ્યુઅલ ફંડ કેવી રીતે કાર્ય કરે છે અને તેની સામે કેવા પ્રકારનાં જોખમો રહેલાં છે એ અંગે નવા રોકાણકારોને સંપૂર્ણપણે સમજાતું ન હોય તેવું પણ બની શકે. બજારમાં આજે હજારો મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ ઉપલબ્ધ હોવાથી, આવા રોકાણકારોને પોતાને સૌથી વધુ યોગ્ય હોય એવા થોડા ફંડની પસંદગી કરવી મુશ્કેલ લાગી શકે છે. 

જોકે એવાય ઘણા રોકાણકારો છે જેઓ બજાર અને રોકાણની વિભિન્ન પ્રોડક્ટ કે જે મ્યુચ્યુઅલ ફંડ જેવી બજારની જામીનગીરીઓમાં રોકાણ કરે છે, તેમના વિશે જાણતા હોય છે. આવા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાના પૂરતા અનુભવી હશે અથવા તેમણે વિષયનો વિગતવાર અભ્યાસ કર્યો હશે. આ રોકાણકારો, મ્યુચ્યુઅલ ફંડ કેવી રીતે કામ કરે છે, તેની જુદી જુદી શ્રેણી (કેટેગરી) અને પેટા શ્રેણી (સબકેટેગરી) કઇ છે આ ફંડમાં જોખમ-વળતરનાં ટ્રેડ-ઑફ અને તેની રોકાણ વ્યૂહરચના વિશે સારી એવી સમજ ધરાવતા હોય છે.  કેવી, કઇ યોજનામાં રોકાણ કરવું તે નક્કી કરવા માટે તેઓ પોતે જ પોતાની રીતે આ બાબતનું સંશોધન કરી શકે છે અને તેના પર નજર પણ રાખી શકે છે.  આવા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડના ડાયરેક્ટ પ્લાનમાં રોકાણ કરી શકે છે. તેમના માટે ડાયરેક્ટ પ્લાનમાં રોકાણ કરવું બિલકુલ યોગ્ય છે, કેમ કે તેઓ પોતે કરેલાં રોકાણવાળી યોજનાઓની કામગીરી પર નજર રાખીને તે મુજબ નિર્ણયો લેવાનો આત્મવિશ્વાસ ધરાવતા હોય છે. વળી, ડાયરેક્ટ પ્લાનના ચાર્જ, રેગ્યુલર પ્લાન કરતાં ઓછા હોય છે.

ડાયરેક્ટ પ્લાનમાં રોકાણ કરવા માટે વ્યક્તિ, મ્યુચ્યુઅલ ફંડની ઓફિસે જઇને અરજી આપી શકે અથવા તેની વેબસાઇટ પરથી પણ સીધું રોકાણ કરી શકે છે. રોકાણકારો, મ્યુચ્યુઅલ ફંડ એગ્રિગેટર કે મ્યુચ્યુઅલ ફંડના રજિસ્ટ્રારની સાઇટ મારફતે ડાયરેક્ટ પ્લાનમાં રોકાણ કરી શકે છે. રેગ્યુલર પ્લાન હોય કે ડાયરેક્ટ પ્લાન, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ખૂબ સરળ છે!

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું