શું મ્યુચ્યુઅલ ફંડની કામગીરી માટે ડેશબોર્ડ છે?

Video
Check SCHEME Performance

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

જ્યારે આપણે રોકાણનો વિચાર કરીએ છીએ ત્યારે આપણે કેટલું વળતર મેળવીશું એ પ્રશ્ન પૂછીએ તે સ્વાભાવિક છે. ફિસ્ક્ડ ડિપૉઝિટ અને અન્ય પરંપરાગત બચત સ્કીમ માટે તેનો ઉત્તર સીધો હોય છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ માટે તેવું હોતું નથી. પરંપરાગત બચત પ્રોડક્ટ વળતરના ખાતરીબદ્ધ દર ઓફર કરે છે, જેનાથી આપણે પરિચિત હોઇએ છીએ. તેથી આપણી બચતનું રોકાણ કરવા માટે આમાંથી કોઇ પણ પ્રોડક્ટની પસંદગી કરવી સરળ છે. પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં સેંકડો સ્કીમ હોવાથી તેમાંથી પસંદગી કરવી મુશ્કેલ હોઇ શકે છે, કારણ કે તે તમામ સાથે પરિચિત હોવું માનવીય રીતે શક્ય નથી.

આવા સમયે ફંડની કામગીરીનું ડેશબોર્ડ ઉપયોગી બની શકે છે. ફંડની કામગીરીનું ડેશબોર્ડ તમામ ફંડના રિપોર્ટ કાર્ડ જેવું હોય છે. તમે સંબંધિત બેન્ચમાર્કની સામે તેની ભૂતકાળની કામગીરી, તાજેતરની એનએવી અને દૈનિક એયુએમને એક જ સ્થળે જોઇ શકો છો. આ પ્રકારનાં ડેશબોર્ડ કામગીરીની તુલનાના દ્રષ્ટિકોણથી તમારાં કાર્યને સરળ બનાવી શકે છે, પરંતુ પસંદગી કરવા માટે તે તમારો એક માત્ર આધાર હોવો ન જોઇએ. તમારાં રોકાણ માટે યોગ્ય ફંડની પસંદગી કરવા માટે તમારે ફંડના પ્રકાર, ફંડના રોકાણના ઉદ્દેશ, તેનું જોખમ સ્તર અને જોખમ લેવાની તમારી ક્ષમતા માટે તેની યોગ્યતા તથા રોકાણનાં લક્ષ્યાંકો જેવાં અન્ય ઘણાં પાસાંઓને ધ્યાનમાં લેવાની જરૂર છે.

જોકે, હવે પછી જો તમે ફંડની કામગીરીની તુલના કરવા માગતા હો તો www.mutualfundssahihai.com ની મુલાકાત લો અને એક જ વખતમાં તમામ ફંડનો ટ્રૅક રેકૉર્ડ જોવા માટે ‘મ્યુચ્યુઅલ ફંડ  સ્કીમની કામગીરી જાણો’ પર ક્લિક કરો. 

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું