અનિયંત્રિત થાપણ યોજના (અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ) શું છે?

અનિયંત્રિત થાપણ યોજના (અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ) શું છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

એવી ઘણી ઘટનાઓ બની છે કે જેમાં ભોળા રોકાણકારો બજારમાં ઉપલબ્ધ રોકાણની યોજનાઓ કરતા ઓછા જોખમ સાથે ઉચ્ચ વળતરનું વચન આપતી યોજનાઓમાં રોકાણ કરવા માટે લલચાય છે. આવી અનિયંત્રિત રોકાણની યોજનાઓને પોન્ઝી સ્કીમ કહેવાય છે અને તેમાં અત્યંત ભારે જોખમ હોય છે. અનિયંત્રિત ડિપોઝિટ સ્કીમ એવી ડિપોઝિટ સ્કીમ હોય છે કે જે વ્યાપારના હેતુથી વ્યક્તિઓ, વ્યક્તિઓના જૂથો અથવા કંપની દ્વારા ચલાવવામાં આવતી હોય છે કે જે ભારતમાં તમામ પ્રકારની ડિપોઝિટ સ્કીમો પર દેખરેખ રાખવા માટે જવાબદાર નવ નિયમનકારી સત્તામંડળો હેઠળ રજિસ્ટર્ડ ન હોય. આવી સ્કીમો સામાન્ય રીતે ઓછા અથવા નહિવત જોખમ સાથે અત્યંત ભારે વળતરનું વચન આપતી હોય છે.  

આવી અનિયંત્રિત ડિપોઝિટ સ્કીમોમાં લાખો રોકાણકારોએ તેમની મહેનતની મૂડી ગુમાવી છે અને તેના કારણે સરકારને 2019માં અનિયંત્રિત ડિપોઝિટ સ્કીમો પર પ્રતિબંધ લાદતો અધિનિયમ લાવવાની ફરજ પડી છે. આ અધિનિયમમાં અનિયંત્રિત ડિપોઝિટ સ્કીમોની યાદી આપવામાં આવી છે અને તેમાં પરંપરાગત રીતે ડિપોઝિટ સ્કીમ ન હોય તેવા મ્યુચ્યુઅલ ફંડ્સ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિસ (પીએમએસ) જેવા રોકાણ વિકલ્પોનો સમાવેશ થાય છે.

જ્યારે તમારી સમક્ષ કોઈ એવો વિકલ્પ આવે કે જેમાં અત્યંત ઓછું જોખમ હોવા સાથે અતિ આશાસ્પદ જણાતો હોય ત્યારે યાદ રાખવું કે જોખમ અને વળતર સાથે સાથે હોય છે. આ દુનિયમાં મફત જેવું કોઈ હોતું નથી અને ઓછું વળતર આપતા રોકાણ વિકલ્પની સરખામણીએ ઉચ્ચ વળતરમાં હંમેશા ભારે જોખમ રહેશે. અનિયંત્રિત ડિપોઝિટ સ્કીમોનો હેતુ નાના રોકાણકારોને છેતરવાનો હોય છે કે જેઓ જોખમ અને વળતર વચ્ચેનો સંબંધ સમજતા નથી. આવી છેતરપિંડી વાળી સ્કીમો તેમાં સંકળાયેલા જોખમો અંગે જાણકારી આપ્યા વગર માત્ર આકર્ષક વળતર દર્શાવીને રોકાણકારોને આકર્ષે છે. 

અનિયંત્રિત રોકાણોનું સૌથી મોટું જોખમ એ છે કે તેમાં વળતરની ખાતરી નથી હોતી અને એવી શક્યતા વધુ હોય છે કે સ્કીમના પ્રમોટરો આ સ્કીમ અંતર્ગત કરવામાં આવેલા ચુકવણીના વચનને પાળતા નથી. આવી સ્કીમ લિસ્ટ થયેલી નવ નિયમનકારી સંસ્થાઓમાંથી એકમાં પણ રજિસ્ટર્ડ ન થઈ હોવાથી, આવી સ્કીમ છેતરામણી જાહેર થતા તમારી મૂડી પાછી મેળવવા માટે તમે આવી સંસ્થાઓનો સંપર્ક સાધી શકતા નથી.

અનિયંત્રિત ડિપોઝિટ સ્કીમ એક્ટ 2019 આવી ડિપોઝિટ લેવી, થાપણદારોને કરેલા વચન પ્રમાણે ચૂકવણીમાં છેતરપિંડી પૂર્વક નાદાર પૂરવાર થવાનું અને આવી સ્કીમોનું પ્રમોશન ગેરકાયદેસર બનાવે છે. આવા ગુનાઓને સજાપાત્ર બનાવવામાં આવ્યા છે. હવે ફરી જ્યારે તમે અન્ય કરતા વધુ સારા વળતરની રોકાણ સ્કીમો તથા જોખમી ન જણાતી હોય તેવી રોકાણ સ્કીમો અંગે સાંભળો, થોડા સમયમાં તમારી મૂડી બમણી કરી દેવાનું વચન આપતી હોય અથવા કંઈપણ દાવ પર લગાડ્યા વગર તમને કરોડપતિ બનાવવાનું વચન આપતી સ્કીમો અંગે સાંભળો ત્યારે જાણવાનો પ્રયત્ન કરો કે આવી સ્કીમ કોણ ચલાવે છે અને  અહિં આપવામાં આવેલી ઈમેજમાં નોંધાયેલી નિયમનકારી સંસ્થાઓમાં તે રજિસ્ટર્ડ છે કે નહિ તથા સ્કીમ અંગેના સમાચાર શોધો. 

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું