કરની બચત કરતા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કોણે કરવું જોઇએ?

કરની બચત કરતા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કોણે કરવું જોઇએ? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

કરની બચત કરતા મ્યુચ્યુઅલ ફંડ કે ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ વૈવિધ્યસભર ઇક્વિટી ફંડ છે, જે આવકવેરા કાયદાની સેક્શન 80સી હેઠળ કર કપાતના લાભ પૂરા પાડે છે. તેથી ELSS ફંડ કોઇ પણ કરદાતા જેઓ કરની બચત કરતાં ઇક્વિટીલક્ષી સાધનોનું જોખમ લેવા માગતા હોય તેમના માટે યોગ્ય છે. ELSS ફંડ પગારદાર વર્ગ માટે વધુ યોગ્ય છે, કારણ કે તેઓ આવકનો નિયમિત સ્રોત ધરાવે છે અને તેમને દર વર્ષે કરની બચત કરતું રોકાણ કરવું પડતું હોય છે. હકીકતમાં તેઓ રૂપી-કોસ્ટ એવરેજિંગમાંથી લાભ લેવા માટે માસિક ધોરણે SIP મારફતે ELSS માં અનુકૂળતાથી રોકાણ કરી શકે છે.

જો તમે યુવા કરદાતા હો તો તમે ELSS માં રોકાણ કરવાના બેવડા લાભનો ફાયદો ઉઠાવી શકો છો એટલે કે દર વર્ષે ELSS માં રોકાણ કરીને સેક્શન 80સી હેઠળ કરમાં કપાત અને લાંબા ગાળે ઇક્વિટીની વૃદ્ધિની ક્ષમતા મેળવી શકો છો. વૃદ્ધ કરદાતાઓ કરમાં લાભ મેળવવા માટે ELSS માં પણ રોકાણ કરી શકે છે, પરંતુ બીજી બાજુએ ELSS માં રહેલાં સહજ ઇક્વિટી જોખમને લીધે લાંબા સમય સુધી રોકાણ જાળવી રાખવું આવશ્યક છે, જે કદાચ તેઓ કરી ન શકે.

યાદ રાખો ELSS ફંડ 3 વર્ષની લોક-ઇન અવધિ ધરાવે છે. જો તમે આજે રોકાણ કરો તો લમ્પસમ રોકાણના કિસ્સામાં તમે તમારાં નાણાં માત્ર 3 વર્ષ પછી પાછાં લઈ શકો છો. લોક-ઇન અવધિ દરેક SIP ની ચુકવણી માટે પણ લાગુ થવા પાત્ર હોય છે. જો તમે 12 મહિનામાં રોકાણ કરેલી સંપૂર્ણ રકમ પાછી ખેંચવા માગતા હો તો તમારે છેલ્લો SIP નો હપ્તો 3 વર્ષની અવધિ પૂર્ણ કરે ત્યાં સુધી રાહ જોવી પડશે. જોકે, આ માત્ર લોક-ઇન અવધિમાં ફંડને જાળવી રાખવા પૂરતું જ નથી, પરંતુ ELSS જે વાસ્તવિક વૃદ્ધિની ક્ષમતા આપે છે તે જોવા માટે તમારાં રોકાણને તેના કરતાં વધુ સમય માટે જાળવી રાખવું પડે છે.

પોતાનાં કાર્ય જીવનના હજુ આગળના ઘણા દાયકા ધરાવતા હોય એવા યુવા કરદાતા નિવૃત્તિની નજીક હોઇ શકે એવી વ્યક્તિની તુલનામાં ELSS નો બેવડો લાભ મેળવી શકે છે. પરંતુ નિવૃત્તિ માટે 5-7 વર્ષ બાકી રહ્યાં હોય તેમ છતાં પણ વ્યક્તિ જો તેઓ/તેણી ઇચ્છિત જોખમ લેવાની ક્ષમતા ધરાવતી હોય તો એક વિકલ્પ તરીકે ELSS ને ધ્યાનમાં લઈ શકે છે. તેથી ELSS તમારી વય, જોખમની અગ્રીમતાઓ અને અન્ય જવાબદારીઓ જેવી કે ઘર અને શિક્ષણ લોનને આધારે કરની બચત કરતો તમારી પસંદગીનો વિકલ્પ બની શકે છે, જે તમારા માટે જૂની કર પદ્ધતિને વધુ યોગ્ય બનાવે છે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું