એફએમપી શું છે અને મારે તેમાં શા માટે રોકાણ કરવું જોઇએ?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાન્સ (એફએમપી), કંઇક અંશે ફિક્સ્ડ ડિપૉઝિટ (એફડી) જેવા જ, પરંતુ બાંધી મુદત (ક્લોઝ એન્ડેડ)ના ડેટ ફંડ છે.  જ્યારે એફએમપી ફિક્સ્ડ ડિપૉઝિટથી અલગ હોય છે, કારણ કે તે સ્કીમની મુદત મુજબ  પાકતી હોય એવી અને શૅરબજારમાં લે-વેચ કરી શકાય તેવી (માર્કેટેબલ) ડેટ જામીનગીરીઓ જેવી કે સર્ટિફિકેટ ઑફ ડિપૉઝિટ (સીડી), કૉમર્શિયલ પેપર (સીપી), નાણાં બજારનાં અન્ય સાધનો, કૉર્પોરેટ બોન્ડ, પ્રતિષ્ઠિત કંપનીઓના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર (એનસીડી) અથવા સરકારી જામીનગીરીઓમાં રોકાણ કરે છે. આ ઉપરાંત, ફિક્સ્ડ ડિપૉઝિટની જેમ, એફએમપીમાં વળતરના દરની કોઇ ખાતરી હોતી નથી

એફએમપી, ફંડની મુદત મુજબ પાકતી જામીનગીરીઓમાં રોકાણ કર્યું હોય તેવા, બાંધી મુદતના (ક્લોઝ એન્ડેડ) પ્લાન હોવાથી, ખુલ્લી મુદતના (ઓપન એન્ડેડ) ડેટ ફંડની સરખામણીમાં, તરલતા ઓછી અને વ્યાજ દરનું જોખમ પણ ઓછું ધરાવે છે. જો તમે ચોક્કસ મુદત માટે થોડા સમય તમારાં નાણાંનું ક્યાંક રોકાણ કરવા માગતા હો તો એફએમપી યોગ્ય વિકલ્પ છે. ફિક્સ્ડ ડિપૉઝિટની તુલનામાં એફએમપી, ઇન્ડેક્સેશન મારફતે કર કુશળ (ટેક્સ એફિશિઅન્ટ) વળતર આપે છે, કારણ કે એફએમપીમાંથી મળનારાં વળતરમાંથી ફુગાવાની અસર બાદ કરીને પછી બાકી રહેતી રકમને કર માટે ધ્યાનમાં લેવામાં આવે છે.  ડેટ ફંડમાં 3 વર્ષ પછી, ઇન્ડેક્સેશનના લાભની સાથોસાથ 20%ના લાંબા ગાળાના કરનો લાભ મળતો હોવાથી ખર્ચની દ્રષ્ટિએ જોતાં, ત્રણ વર્ષના એફએમપી તેટલી જ મુદતની એફડી કરતાં વધારે કિફાયતી છે.  

જો તમે આગામી ત્રણ કે પાંચ વર્ષના સમયગાળા દરમ્યાન વેકેશન, સંતાનનો કોલેજ પ્રવેશ કે ઘરની લોનનાં ડાઉન પેમેન્ટ જેવાં લક્ષ્યાંકો માટે ખર્ચની શક્યતા જોતા હો અને તે માટે થોડાં નાણાં બાજુ પર રાખવા માગતા હો તો તમે એવા એફએમપીમાં નાણાં રોકી શકો, જેની પાકતી મુદત પણ તમારાં લક્ષ્યાંકની મુદતની આસપાસ જ હોય. જો તમારું કોઇ લક્ષ્યાંક ન હોય અને એવો ભય હોય કે તમે તમારી બચત બિનજરૂરીપણે ખર્ચી નાખશો તો, થોડા સમય માટે પણ તમે તમારી બચતનું એફએમપીમાં રોકાણ કરી શકો છો, કારણ કે એફએમપી એક મહિનાથી શરૂ કરીને, પાંચ વર્ષ સુધી પાકતી મુદ્દતો ધરાવે છે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું