મહિલાઓ માટે નાણાકીય સ્વતંત્રતા કેમ મહત્વની છે?

મહિલાઓ માટે નાણાકીય સ્વતંત્રતા કેમ મહત્વની છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

છેલ્લા બે દાયકામાં ખાસ કરીને મહિલાઓના સંદર્ભે નાણાકીય સ્વતંત્રતા અંગે ઘણું લખાયું અને બોલાયું છે. પરંતુ મહિલાઓ માટે નાણાકીય સ્વતંત્રતા એટલે શું? આ વ્યક્તિલક્ષી બાબત છે અને જુદીજુદી મહિલાઓ તેનો અલગ અલગ અર્થ કાઢી શકે છે. કામ કરતી મહિલાઓ માટે, નાણાકીય સ્વતંત્રતાનો અર્થ પોતાના નાણાકીય નિર્ણયો જાતે કરવા અથવા પોતાને નાણાકીય રીતે ટકાવી રાખવા માટે સમક્ષ રહેવું એમ થઈ શકે છે. ગૃહિણી માટે, નાણાકીય સ્વતંત્રતા એટલે પોતે ઈચ્છે ત્યારે પૈસાનો ખર્ચ કરી શકે અથવા કટોકટી દરમિયાન પોતાની જાતને ટકાવી રાખવા માટે સક્ષમ રહેવું એમ થઈ શકે છે. 

પાયાગત રીતે, નાણાકીય સ્વતંત્રતા મહિલાઓને તેમની કોઈપણ સામાજિક-આર્થિક પાશ્વભૂમિમાં વધુ સલામત અને સન્માનનીય બનાવે છે. તેનાથી માત્ર મહિલાઓ પર જ નહિ પરંતુ આપોઆપ તેમના પરીવાર, સમાજ અને દેશ પર મોટા પાયે અસર પડે છે. નાણાકીય રીતે વધુ સ્વતંત્ર મહિલાઓ એટલે વઘુ પ્રગતિશીલ સમાજ કે જે સ્વસ્થ, સલામત અને ઓછો પક્ષપાતી હોય. નાણાકીય રીતે સ્વતંત્ર મહિલાઓ તેમના બાળકો માટે રોલ મોડેલ બને છે અને આપણી સંસ્કૃતિમાં જેના મૂળીયા ઊંડા રોપાઈ ગયા છે તે વર્ષો જુના લિંગ પક્ષપાતને દૂર કરવામાં મદદરૂપ થાય છે. નાણાકીય સ્વતંત્રતાથી મહિલાઓને વહેલા નિવૃત્ત થવામાં પણ મદદ મળે છે કે જેથી તેઓ તમામ સંઘર્ષ પછી તેઓ પોતાનું જીવન માણી શકે. 

જો નાણાકીય સ્વતંત્ર મહિલાઓનું આટલું મહત્વ હોય તો પરીવાર, સમાજ અને સરકાર પહેલા તે પોતાની મદદ કેવી રીતે કરી શકે છે? તેનો સરળ ઉત્તર છે કે મહિલાની નાણાકીય આવક ક્ષમતા અને શૈક્ષણિક ભૂમિકા કોઈપણ હોય છતાં પણ તે શિસ્તબદ્ધ રોકાણકાર બને. વ્યક્તિની નાણાકીય ક્ષમતા અને શૈક્ષણિક ભૂમિકા જે પણ હોય, જ્યાં સુધી આવકના ભાગની બચત ન કરવામાં આવે અને શિસ્તબદ્ધ રીતે યોગ્ય જગ્યાએ સમજદારીપૂર્વક રોકાણ કરવામાં ન આવ્યું હોય તો વ્યક્તિ નોકરી ગુમાવવા, તબીબી ખર્ચ અથવા ઘરની કમાતા સભ્યના મૃત્યુ જેવી કટોકટીને પહોંચી વળવા તૈયાર નહિ રહે. 

આજે, મહિલાઓ વિવિધ પ્રકારની ભૂમિકાઓ નિભાવી રહી છે છતાં બધી કામ કરતી મહિલાઓ નાણાકીય રીતે સ્વતંત્ર નથી. રોકાણ કરવાની વાત આવે ત્યારે મોટાભાગની કામ કરતી મહિલાઓ હજુ પણ રોકાણ માટે પરીવારના પુરૂષો પર નિર્ભર હોય છે. જો તેઓ પૂરતા પ્રમાણમાં બચત કરતી હોય કે ન કરતી હોય પરંતુ જો બચત સમજદારીપૂર્વક ન કરવામાં આવે તો તે ફૂગાવાને પહોંચી વળવા માટે ભાગ્યે જ કામ આવે છે. અહિંયા મહિલાઓ મ્યુચ્યુઅલ ફંડ્સ પર નિર્ભર રહી શકે છે કે જે સીસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) થકી લાંબાગાળા માટે રોકાણનો શિસ્તબદ્ધ માર્ગ પ્રદાન કરે છે. જો મહિલા પાસે થોડી અથવા નહિવત આવક હોય તો પણ તે માસિક એસઆઈપી પેટે રૂ।. 500ના રોકાણની શરૂઆત કરી શકે છે કે જેથી તેને નાણાકીય સ્વતંત્રતા નજીક પહોંચવાની મદદ મળી રહેશે. આથી, તે મહત્વનું છે કે દરેક મહિલાએ અન્ય મહિલાઓને અનુભૂતિ કરાવવી કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સરળ અને પ્રાપ્ય છે.
 

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું