ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સમાં રોકાણના કયા ગેરલાભો છે?

ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સમાં રોકાણના કયા ગેરલાભો છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??

ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સ (TMFs) એક પ્રકારના ઓપન-એન્ડેડ ડેટ ફંડ્સ છે કે જે તમને ફિક્સ્ડ મેચ્યોરિટી તારીખ ઓફર કરે છે. આ ફંડ્સના પોર્ટફોલિયો બોન્ડ ધરાવે છે જેની એક્સપાયરી તારીખ ફંડની ટાર્ગેટ મેચ્યોરિટી તારીખ સાથે સંકલિત હોય છે અને બધા બોન્ડને મેચ્યોરિટી જાળવવાના રહે છે. આના કારણે વ્યાજદર જોખમો ઘટાડવામાં મદદ મળે છે અને રિટર્ન વધુ ધારણા મુજબનું રહે છે, તેમ છતાં રોકાણકારોએ આ ફંડમાં રોકાણ કરતા પહેલાં TMFsના ગેરલાભોને ધ્યાનમાં રાખવા જોઈએ.

ટાર્ગેટ મેચ્યોરિટી બોન્ડ ફંડ્સ એ નવી કેટેગરીના ડેટ ફંડ છે માટે આ ક્ષેત્રમાં બહુ ઓછા વિકલ્પો ઉપલબ્ધ રહે છે. આના કારણે રોકાણકાર માટે ઉપલબ્ધ મેચ્યોરિટીની પસંદગી મર્યાદિત થઈ જાય છે એટલે કે એવા રોકાણકારો કે જે ચોક્કસ મેચ્યોરિટી ક્ષિતિજ માટે ઉત્સુક હોય તેમને આ અનુકૂળ ન પણ લાગે. તદુપરાંત, આ કેટેગરીમાં કોઈ પરફોર્મન્સ ટ્રેક રેકોર્ડ નથી હોતો જેની પર અવલંબિત રહેવાય.

ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ લાભોમાં વ્યાજદર જોખમને ખાળવાનો તેમજ રિટર્નની વિઝિબિલિટી સામેલ હોય છે. આ બંને લાભો ત્યારે જ કામ કરે છે જો રોકાણકાર મેચ્યોરિટી સુધી ફંડમાં રોકાયેલો રહે. આ માટે, રોકાણકાર કોઈ ઈમરજન્સીમાં મેચ્યોરિટી પહેલાં તેમના રોકાણોને લિક્વિડેટ કરાવી દે છે તો તે વ્યાજદરની વધ-ઘટનો ભોગ બની શકે છે તેમજ નીચું રિટર્ન મળી શકે છે. TMFsનો વિચાર ત્યારે જ કરવો જોઈએ જો તમારી પાસે 5-7 વર્ષનો મધ્યમથી લાંબા ગાળાનો ધ્યેય હોય અને જો તમે ફંડ મેચ્યોર થાય ત્યાં સુધી તેમાં રોકાણ જાળવી શકતા હોવ.

ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સનો સોથી મોટો ગેરલાભ એ છે કે રોકાણકારો પ્રવર્તમાન વ્યાજદરમાં લોક થઈ જાય છે અને તેના કારણે તેના એકંદર વળતરમાં વિપરીત અસરો પડી શકે છે ખાસકરીને જ્યારે વ્યાજદરો ભવિષ્યમાં વધવાની શક્યતા હોય. આવા સંજોગો ત્યારે પેદા થાય છે જ્યારે અર્થતંત્ર મંદીમાંથી બહાર આવી રહ્યું હોય અથવા સરકાર કોઈ પ્રવર્તમાન સ્ટીમ્યુલસ પેકેજ પાછું ખેંચવાનું હોય કારણ કે આ બંને સ્થિતિમાં, વ્યાજદરો સામાન્ય રીતે તેની સૌથી નીચી સપાટીએ હોવાથી ભવિષ્યમાં વધી શકે છે. વ્યાજદરો વધવાને કારણે બોન્ડની કિંમતો અને ડેટ ફંડના રિટર્ન પર નકારાત્મક અસર પડી શકે છે.

TMFsમાં રોકાણ એક અન્ડરલાઈંગ બોન્ડ ઇન્ડેક્સમાં હોય છે, માટે આ ફંડને અન્ય ઇન્ડેક્સ ફંડની જેમ સચોટતાથી ટ્રેક નથી કરી શકાતો. આ કેટેગરીમાં પરફોર્મન્સ હિસ્ટ્રી નથી હોતી, માટે અન્ડરલાઈંગ બોન્ડ સૂચકાંકો ચોક્કસ TMFમાંથી અપેક્ષિત વળતરના વાજબી સૂચકાંક બની શકે છે. જો કે, ટ્રેકિંગની ક્ષતિ એટલે કે વાસ્તવિક ફંડ રિટર્ન અને બેન્ચમાર્કના રિટર્ન વચ્ચેનો તફાવત અહીં રિટર્નની અવધારણાને બગાડી શકે છે.

પ્રકારમાં પેસિવ હોવાને લીધે, ફંડ મેનેજર પાસે પણ ક્રેડિટ રેટિંગમાં ફેરફાર અથવા RBI દ્વારા વ્યાજદરમાં ફેરફાર કરવા જેવા ટૂંકા-ગાળાના પરિવર્તનોની ડેટ માર્કેટમાં થનારી અસરોના વિવિધ જોખમોનું સંચાલન કરવા મર્યાદિત અવકાશ રહે છે. મેનેજર પાસે આવી સ્થિતિમાં પોતાની અવધારણાથી વિપરીત અન્ડરલાઈંગ ઇન્ડેક્સમાં બોન્ડને જાળવી રાખવા સિવાય કોઈ વિકલ્પ નથી હોતો. આ કારણથી આ એવા રોકાણકારો માટે મનપસંદ ન પણ હોઈ શકે જેઓ ડેટ ફંડમાં ટૂંકાગાળાનું રોકાણ કરવા માગે છે. તેઓ TMFsની તુલનામાં ટૂંકી મેચ્યોરિટી ધરાવતા ફંડ્સમાં રોકાણ કરે તો વધુ સારું રહેશે.

આ કારણથી જ ટાર્ગેટ મેચ્યોરિટીના લાભાલાભો પર કાળજીપૂર્વક ભાર મૂકવો વધુ સલાહભર્યો છે અને પછી જ તમારા રોકાણ પોર્ટફોલિયોમાં તેનો સમાવેશ કરવાનો નિર્ણય લેવો. તદુપરાંત, ડિમેટ એકાઉન્ટ ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સમાં રોકાણ કરવા માટે ફરજિયાત છે કે જે ETF ફોર્મેટમાં ઉપલબ્ધ છે જે તમારી પાસે ન હોય તો એક મર્યાદા બની શકે છે.

426
હું રોકાણ કરવા માટે તૈયાર છું